શ્રી વિજય રૂપાણી
શ્રી વિજય રૂપાણી
માનનીય મુખ્ય મંત્રીશ્રી,
ગુજરાત સરકાર FacebookTwitter
શ્રી રણછોડભાઇ છનાભાઇ ફળદુ
શ્રી રણછોડભાઇ છનાભાઇ ફળદુ
માન. રાજ્ય મંત્રીશ્રી,
ગ્રામ વિકાસ, ગુજરાત.
શ્રી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા
શ્રી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા
માનનીય મંત્રીશ્રી,
ગ્રામ ગૃહ નિર્માણ, ગુજરાત.
શ્રી બચુભાઇ મગનભાઇ ખાબડ
શ્રી બચુભાઇ મગનભાઇ ખાબડ
માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી,
ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ, ગુજરાત
શ્રી જયદ્રથસિંહજી પરમાર
શ્રી જયદ્રથસિંહજી પરમાર
માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી,
પંચાયત (સ્વતંત્ર હવાલો), ગુજરાત.

અવનવા સમાચાર

ટેન્ડર્સ

ઇવેન્ટ કૅલેન્ડર
મુખપૃષ્ઠજિલ્‍લા વિષેઇતિહાસ

ઇતિહાસ

બનાસ દર્શન પુસ્તકના આધારે બનાસકાંઠા જિલ્લામાં આવેલ કાંકરેજ તાલુકો જગપ્રસિઘ્ધ ગાયો અને બળદો ધરાવતો પ્રાચીન સમયમાં એક વિશાળ રાજય ધરાવતો હતો આગળ આ તાલુકો મહીકાંઠા એજન્સીમાં હતો . ૫ણ ૧૮૪૪ માં વહીવટની સગવડતા ખાતર આ તાલુકાને પાલનપુર એજન્સીમાં મુકવામાં આવ્યો. વર્તમાન સમયમાં આ તાલુકાનું ક્ષેત્રફળ ૩રર ચો.માઈલ છે અને તેમાં ૧૦૫ ગામો આવેલ છે.

ઘણા જુના સમયથી આ તાલુકો જુદી-જુદી જાગીરોમાં વહેચાયેલો છે આ જાગીરોના માલિક અસલ વાઘેલા રાજપુતોમાંથી નીકળેલ રાજપુત દરબારો છે. આ તાલુકામાં ૩૪ તાલુકદારો છે. આ તાલુકામાં મોટા ભાગના જાગીરદારો વાઘેલા દરબારો છે. એક માન્યતા પ્રમાણે અહીના દરબારો રાણકદેવજી નામના વાઘેલા રાજપુતના વંશમાંથી ઉતરી આવેલા છે.

વાઘેલા રાણકદેવજી જે દિયોદરના હતા તેમના મોટા ભાઈ માણેક દેવજી દિયોદરની ગાદી ઉ૫ર રાજય કરતા હતા. તે રાણકદેવજીના વંશમાંથી ઉતરી આવેલા વંશજો વાઘેલા દરબારો કહેવાયા. શરૂઆતમાં કંબોઈ કાંકરેજની રાજધાનીનું સ્થળ હતું અહેમદશાહે કાંકરેજ ઉ૫ર ચડાઈ કરીને કાંકરેજના કેટલાક ગામોનો નાશ કર્યા હતો આ જાગીર ઘણા અલગ-અલગ ગામોમાં વહેચાય ગયેલ હતી.તેમાંની બે મોટી જાગીરો દેવ - દરબાર અને થળી છે. થળી કાંકરેજ તાલુકામાં મહત્વ ધરાવતી બીજી જાગીર છે . આના સ્થા૫ક ૫ણ શ્રી ઓગડ મહારાજ છે.

કાંકરેજ તાલુકાનું વડું મથક શિહોરી છે. શિહોરી એમ કહેવાય છે કે શિવા રબારીના નામ ઉ૫રથી આ ગામનું નામ શિહોરી ૫ડયું છે. અત્યારે ૫ણ ગામમાં રબારી , લોહાણા અને દરબારો ની મુખ્ય વસ્તી છે. કાંકરેજી ૫શુધન રાષ્ટ્રીય કક્ષાએ ,૫ણ વખણાય છે .ગામમાં પ્રવેશતાં ૫શ્રિમે દરબારવાસનો રસ્તો ૫સાર કરીએ એટલે સામે એક નાનકડો વડલો દેખાય છે. તેના બીલકુલ પાસે કોટ છે. અંદરના ભાગમાં નાની દેરીના ઘુમટ ઉ૫ર લીલા રંગની અડધી ધજા ફરકે છે આ ગૌરી માતાનું મંદિર છે. ગુજરાત ભરમાં ગાયમાતાનું આ એક માત્ર મંદિર છે અને ધર્મશાળા ૫ણ છે. આ નાનકડી દેરીને ત્રણ બાજુ ત્રણ દરવાજા છે. દેરીની જાળીમાં જોતાં આરસ ૫હાણની ગાયમાતાની મૂર્તિ છે.

તેવી લોક વાયકા છે કે સંવત ૧૯૪૯ ના કારતક સુદી અગિયારસ ને મંગળવારના રોજ લોઢા રબારીની એક ગાય જેનું નામ વાદળી હતું આ ગાયને રબારણ દોહવા માટે આવી અને વાછરડાને તેનાથી દૂર કરતાં ગાય ત્યાંથી એકદમ દોડી અને ત્રણ દરબાર ભાઈઓની જમીનના ખૂંટની મઘ્યમાં આવી ઉભી રહી ત્યારે ધરતી માતાએ તેને માર્ગ દીધો અને ગાય ધરતીમાં સમાઇ ગઈ આ જમીન ત્રણ રાજપુત ભાઈઓ ભાવસિંહ , વજેસિંહ અને હિમંતસિંહની હતી જેના ઉ૫રથી આજે ભાવાણી પાર્ટી , વજાણી પાર્ટી અને હેમાણીપાર્ટી શિહોરીમાં છે .  • તાલુકાઓ- ૧૪
  • ગ્રામ પંચાયત- ૮૭૭
  • સાક્ષરતા- ૪૨%
  • વિસ્‍તાર- ૧૯૭૫૭ ચો.કિ.મી.
  • વસ્તી- ૨૫,૦૨,૮૪૩
  • ગ્રામ્‍ય વસ્તી- ૨૨,૪૮,૭૪૩
GSWANindia.gov.in - The National Portal of IndiaStatue of LibertyVibrant Gujarat

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 1048383