મુખપૃષ્ઠ જીલ્લા વિષે જોવાલાયક સ્‍થળોપ્રાકૃતિક ધામ બાલારામ

પ્રાકૃતિકધામ બાલારામ

સ્થળનું નામ પ્રાકૃતિક ધામ બાલારામ
સ્થળની વિસ્તૃત માહિતી પ્રાકૃતિક ધામ બાલારામ ગુજરાતના કાશ્મીર તરીકે ઓળખાતુ રમણીય સૌંદર્યધામ બાલારામ પાલનપુરથી ૧૫ કીલોમીટરના અંતરે આવેલું છે. પ્રકૃતિના પાલવમાં ગણાતુ આ સ્થાન યાત્રિકો માટે અનેરા આકર્ષણનું કેન્દ્ર છે.
બાલારામની દંતકથા મુજબ પોતાના બાળકને ભગવાન શંકરના સાનિધ્યમાં મહાદેવના ખોળે મુકીને ગયેલી માતા પાછા ફરતાં પોતાનુ બાળક હેમખેમ મળતાં આ સ્થળ બાલારામ તરીકે પસિધ્ધિ પામ્યુ હોવાનું મનાય છે.અહી બાલારામ નદીના કાંઠે ગીચ ઝાડીની રમણીયતા વચ્ચે શ્વેત આરસ પહાણમાંથી કંડારેલા આ મંદિર પાસે ડુંગરમાં
થી વહેતા મીઠા પાણીના ઝરણામાંથી એક ઝરણું આ મંદિરમાં ગૌમુખ વાટે અહર્નિશ (સતત) શિવલિંગ
ને જળાભિષેક કરી રહયુ છે. આ સ્થળે આજે મહાદેવનું ભવ્ય નવીન મંદિર બાંધવામાં આવ્યુ છે.શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં શ્રધ્ધાળુઓ અહીં મહાદેવના દર્શન કરી ધન્યતા અને આનંદ અનુભવે છે. શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે અહીં ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટે છે. તેમાં છેલ્લા સોમવારે અહી મોટો મેળો ભરાય છે. ઝાડી, પાણીનો ધરો અને અવિરત સતત વહેતા ધીમા ધીમા ઝરણાના
કારણે અહી ભાવિકો મોટી ઉજાણી અર્થે પર્યટકો મોટી સંખ્યામાં આવે છે. આ ઉપરાંત અહીં ધર્મશાળા
અને નજીકમાં ધારમાતા તથા ગંગાસાગર તળાવ પણ આવેલા છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલંપુરથી અમીરગઢ જતાં રસ્તામાં આવે છે.
અંતર ૧૮ કી.મી.
અગત્યનો દિવસ શ્રાવસ માસ દરમ્યાન આ જગ્યા ઉ૫ર મોટો મેળો ભરાય છે.

છેલ્લા સુધારાની તારીખ : 20/3/2019

વપરાશકર્તાઓ : 1027274