મુખપૃષ્ઠ જીલ્લા વિષે જોવાલાયક સ્‍થળોરીંછઅભયારણ

રીંછ અભયારણ જાસોર હીલ તા.અમીરગઢ

સ્થળનું નામ રીંછ અભયારણ જાસોર હીલ તા.અમીરગઢ
સ્થળની વિસ્તૃત માહિતી રીંછઅભયારણપ્રકૃતિ પ્રેમીઓ અને પર્યાવરણવિદોને આકર્ષતો આ ૧૮૦,૬૬ ચો.કી. પર્વતીય વિસ્તાર ભારત સરકાર ધ્વારા રીંછોના અભયારણ તરીકે જાહેર થયેલ છે. અરવલ્લીની ગિરીમાળાઓમાં આવેલા આ વિસ્તારમાં કેદારનાથ મહાદેવનું પ્રાચીન
મંદિર આવેલુ છે. જે પાલનપુરથી ૩૫ કી.મી.ના અંતરે ઇકબાલગઢ હાઇવે રોડથી ૮ કી.મી.ના
અંતરે આવેલ છે. ડુકકરની પીઠ આકારનો જાસોર પર્વત ૧૦૬૭ મીટરની ઉંચાઇ ધરાવે છે. જે ગુજરાતમાં ગિરનાર પર્વત પછીની વધુ ઉંચાઇ ધરાવતો પર્વત છે. જેમાં ૭ પર્વતધારો આવેલ છે. જે સાતપઠો તરીકે ઓળખાય છે. પર્વત પર
આવેલા કેદારનાથ મહાદેવના મંદિર પાસેના પર્વતમાંથી સતત પાણી વહે છે.મંદિર પાસે ગંગા-જમના નામના બે કુંડ આવેલા છે. જેમાં બારે માસ પાણી રહે છે. ૧૫૦૦ ફુટની ઉંચાઇએ આવેલ આ કેદારનાથ મહાદેવનું મંદિર મહાભારત યુગનું છે.ર્ડા.બી.એમ.વિશ્વનાથના અહેવાલમાં નોંધ્યા મુજબ આ મંદિરનો ઇતિહાસ પાંચ હજારથી સાત હજાર વર્ષ પુરાણો છે. આ રમણીય પ્રાકૃતિક સ્થળ પર્યટન સ્થળ તરીકે
વિકસી રહયું છે. જાસોરની નજીક અમીરગઢની હદ પુરી થયે ચંદ્રાવતી નામે પૌરાણિક નગરી હતી.
જેના ખંડેર આજે પણ જોઇ શકાય છે. સદેવંત-સાળવીંગા નામે જાણીતા પ્રખ્યાત પ્રેમીઓની છત્રી
બાજુના સરોત્રા ગામમાં છે. ત્યા બાવન ધજા નામે જાણીતું પ્રખ્યાત જૈન મંદિર પણ આવેલ છે. જાસોર પર્વત ઉપર આશરે ૨૦૦૦ ફુટની ઉંચાઇએ મુનીજીની કુટીર અને શિવમંદિર આવેલ છે. જાસોરના રસ્તે બાલુન્દ્રા પાસે બનાસનદીના કિનારે આવેલ વિશ્વેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. અને શિવરાત્રિના
રોજ પ્રતિવર્ષ અહીં લોકમેળો ભરાય છે. આ સ્થળે રહેવાની તથા જમવાની વનવિભાગ તરફથી સગવડ ઉપલબ્ધ છે.આવી વિપુલ વનસમાદા વચ્ચે અહીંયા રીંછ, દીપડા,જંગલી બીલાડી,વરુ,ઝરખ, શહુડી,વાંદરા,સસલાં, લોમડી,શિયાળ, નાર, નીલગાય જેવા વન્ય પ્રાણી તેમજ અનેક સરીસૃપ અને લગભગ ૨૦૦ જેટલી જાતના પક્ષીઓ મુકતપણે વિચરણ કરે છે.
સ્થળ ૫ર કેવી રીતે
૫હોંચવું
પાલનપુરથી અમીરગઢ જતાં વચ્ચે આવે છે.
અંતર ર૧ કી.મી.

છેલ્લા સુધારાની તારીખ : 20/3/2019

વપરાશકર્તાઓ : 1027296