પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષે ઇતિહાસ

ઇતિહાસ

પાલનપુરથી ૩૦ કી.મી.દુર રાજસ્થાન સરહદથી નજીક દાંતીવાડા ગામ પાસે બનાસ નદી પર આ બંધ બાંધવામાં આવ્યો છે. આ બંધની કુલ સંગ્રહશકિત ૪૬૪.૭૧ ધનમીટર છે. બંધનુ પુર્ણ લેવલ ૧૮૪.૧૫ મીટર છે. આ બંધને કુલ ૧૧
દરવાજા છે. બનાસકાંઠા તથા પાટણ જીલ્લાના ૧૧૦ ગામોને
આ બંધના પાણીનો લાભ મળે છે. બંધ તેમજ તેની આજુબાજુનો વિસ્તાર રમણીય છે. બંધની જમણી બાજુના માટીના બંધ પાસે ભગવાન શંકરનું જુનુ પુરાણુ મંદિર છે. તેમજ નજીક બીજમાસર માતાનું પુરાણુ મંદિર પણ આવેલ હોવાથી અહી હજારો દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે.