મુખપૃષ્ઠ જીલ્લા વિષે જોવાલાયક સ્‍થળોગંગેશ્વર મહાદેવ

ગંગેશ્વર મહાદેવ

સ્થળનું નામ ગંગેશ્વર મહાદેવ : હાથીદ્રા તા.પાલનપુર
સ્થળની વિસ્તૃત માહિતી ગંગેશ્વર મહાદેવબનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુરથી આશરે ૨૨ કી.મી.ના અંતરે આવેલ હાથીદ્રા ગામે ગંગેશ્વર મહાદેવનું ઐતિહાસિક તેમજ પૌરાણિક મંદિર આવેલ છે. કુદરતી પ્રાકૃતિક સૌંદર્યધામ અને પહાડોની હારમાળાની કોતરણીની ગુફામાં આ મંદિરના શિવલીંગની સ્થાપના કરવામાં આવી છે. ગંગેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં નદી વહેતી હોઇ આ સ્થળ પ્રાકૃતિક સૌંદર્યમાં વધારો કરે છે. બાજુમાં હાલમાં ચેકડેમ બાંધેલ હોવાથી અને પંચવટી બગીચો હોવાથી આ સ્થળ નંદનવન જેવું ભાસે છે. આદિવાસી તેમજ આજુબાજુના જાગીરદાર લોકોનું આસ્થાનું ધામ છે. આ સ્થળે દર વર્ષે લોકમેળો ભરાય છે. જેમાં હજારોની સંખ્યામાં આજુબાજુના ગામોના લોકો ભાગ લે છે. અહીંની લોકમાન્યતા અનુસાર ત્રેતાયુગમાં ભગવાન રામના સમકાલીન મહાઋષિ ચ્યવનનો અહીં આશ્રમ આવેલ હતો. આ
જગ્યા ધણા ઋષિમુનિઓની તપસ્થળી રહેલ છે. ધ્વાપર યુગમાં પાંડવો જયારે વનવાસકાળમાં
હતા ત્યારે નિત્ય શિવપુજનનો નિયમ હોવાથી અહીયા શિવાલયની સ્થાપના કરી. આ શિવાલય ત્રિવેણી સંગમ ગંગાના કિનારે હોવાથી આ સ્થળનું નામ હર ગંગેશ્વર નામ આપવામાં આવ્યુ.આ મંદિરના સ્થળે હાલમાં સુંદર નંદનવન સમાન બગીચો તથા ટ્રસ્ટ સંચાલિત ધર્મશાળા રહેવા તથા જમવાની વિશેષ સુવિધાની વ્યવસ્થા છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુરથી જઈ શકાય છે.
અંતર રર કી.મી.

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 1046360