મુખપૃષ્ઠ જીલ્લા વિષે જોવાલાયક સ્‍થળોકપિલેશ્વર મહાદેવનું મંદિર

કપિલેશ્વર મહાદેવનું મંદિર

સ્થળનું નામ કપિલેશ્વર મહાદેવનું મંદિર
સ્થળની વિસ્તૃત માહિતી કપિલેશ્વર મહાદેવનું મંદિર બનાસકાંઠા જિલ્લાના વાવથી ૬ કીલોમીટર દુર વીડમાં કપિલેશ્વર મહાદેવનું ભવ્ય અને પુરાતન મંદિર આવેલું છે.
કપિલેશ્વર મહાદેવનું મંદિર પાંચ હજાર વર્ષ પહેલા મહાભારત
ના સમયમાં ચાર વેદના જાણકાર મહર્ષિ કપિલમુનિએ બંધાવ્યુ હતુ. એ સમયે આખો વિસ્તાર ગાઢ જંગલથી છવાયેલ હતો.
ગાઢ તપની આરાધના કરવાના આશયથી આવેલ મહર્ષિ કપિલમુનિએ આ જગ્યા પસંદ પડતા આ જગ્યાએ આસન જમાવી તેમણે અધોર તપ આદર્યુ. તપ દરમ્યાન મહાદેવની સુંદર આરાધના થતાં તપની પુર્ણાહુતિ પછી
તપની ફળશ્રુતિરુપ મુનિશ્રીએ અહીં મહાદેવના સુંદર મંદિરની રચના કરી.
તપના મહિમા સ્વરૂપ આ મંદિરની ભવ્યતા જોઇને વનમાં ભટકતા પાંડવોએ અહી મુકામ કર્યા. યુધિષ્ઠિરને
મહાદેવના દર્શન કર્યા પછી જ આહાર લેવાનો નિયમ જાળવવામાં આનંદ આવતા પાંડવો અહી ખાસો સમય
રોકાયા. પુરાતન પાંચ કુવા તળાવ કુવાઓના આકાર ના જુના અવશેષો તેમજ જુના સમયની દશ કિલો વજનની
ઇંટો હાલ મોજુદ છે. મુખ્ય મંદિરની બાજુમાં સુર્યનારાયણ તથા કાર્તિક સ્વામીનું નાનુ મંદિર છે. મંદિરની ફરતીમાં
સુંદર પુરાતન સ્થાપત્ય જડેલું છે. મંદિરનો છેલ્લો જિર્ણોધ્ધાર સંવંત ૧૮૩૩ માં થયો હતો. અહી શ્રાવણના દર
સોમવારે શ્રધ્ધાળુઓનો મેળો જામે છે. શ્રાવણની અમાવસ્યાએ યજ્ઞ થાય છે તે સિવાય ધીનો અખંડ દીવો થાય છે. કબુતરોને પણ વગેરે નંખાય છે. અહીં બસ અને વાહન ધ્વારા આવી શકાય છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુરથી વાવ જવાય છે.
અંતર ૯૦ કી.મી.

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 1046346