મુખપૃષ્ઠ જીલ્લા વિષે જોવાલાયક સ્‍થળોમણિભદ્ર વીરનું સ્થાનક

મણિભદ્ર વીરનું સ્થાનક

સ્થળનું નામ મણિભદ્ર વીરનું સ્થાનક : મગરવાડા તા.વડગામ
સ્થળની વિસ્તૃત માહિતી મણિભદ્ર વીરનું સ્થાનકબનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકામાં પાલનપુર થી લગભગ ૧૮ કી.મી.ના અંતરે મણિભદ્રવીરનું એક હજાર વર્ષ
જુનું મંદિર આવેલ છે. આ મંદિરની લોકવાયકા મુજબ
માણેકશા જૈન વાણિયા હતા. જેઓ તીર્થયાત્રાએ
નિકળેલા અને ગાયોને બચાવવા જતાં લુંટારૂઓ સાથે અથડામણમાં તેઓ શહીદ થયાં. જે શહીદના ત્રણ ભાગો થતાં જેમાનું મસ્તક ઉજજૈન (મધ્ય પ્રદેશ) માં પુજાય છે. ધડ આગલોડ (વિજાપુર)માં પુજાય છે. અને પગની પીંડીનું મણિભદ્રવીર તરીકે મગરવાડામાં પુજાય છે. આ ધાર્મિક જગ્યા
એ ખરા મન થી માનતા રાખવામાં આવે તો જે કામની ઇચ્છા રાખી હોય તે કામ સિધ્ધ થાય છે. દર મહિનાની સુદ-પાંચમના રોજ હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ-યાત્રિકો
દર્શનાર્થે આવે છે.
આસો સુદ-પાંચમના રોજ મોટો લોકમેળો ભરાય છે. અહીં જૈન સમુદાયની વિશેષ વ્યવસ્થા ધરાવતી ધર્મશાળા
ઉપરાંત ભોજનશાળાની પણ સુંદર વ્યવસ્થા છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુર થી જઈ શકાય છે.

 

અંતર ૧૪ કી.મી.
અગત્યનો દિવસ દર અજવાળી પાંચમે મોટો મેળો ભરાય છે.

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 1046374