મુખપૃષ્ઠ જીલ્લા વિષે જોવાલાયક સ્‍થળોનડેશ્વરી માતાનું મંદિર

નડેશ્વરી માતાનું મંદિર

સ્થળનું નામ નડેશ્વરી માતાનું મંદિર, નડાબેટ તા.વાવ
સ્થળની વિસ્તૃત માહિતી નડેશ્વરી માતાનું મંદિરરણનો વિશાળ પટ માભોમને રક્ષતા સૈનિકો અને શ્રધ્ધાળુઓથી ઉભરાતો આ રણધ્વિપ ભકિત અને શકિતનો સુભગ સમન્વય છે. વાવ તાલુકાના સુઇગામથી ૨૦ કી.મી. દુર જલોયા ગામની પાસે સૈનિક છાવણીનું સ્થળ નડાબેટ લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે. દર વર્ષ ચૈત્ર નોમના દિવસે ભરાતા આ મેળામાં હજારો યાત્રિકો
નડેશ્વરી માતાના દર્શને ઉમટી પડે છે. નડાબેટ નજીક આવેલા બી.એસ.એફ.કેમ્પના જવાનો પણ શ્રધ્ધાથી માતાજીની પુજા-આરાધના કરે છે. એક દંતકથા મુજબ જુનાગઢના રાજા
નવધણે પોતાના વિશાળ લશ્કરી કાફલા સાથે પોતાની બહેન જાસલને સિંધના મુસલમાન રાજાની કેદમાંથી છોડાવવા આક્રમણ કરેલ ત્યારે અહીંથી પસાર થતાં નડાબેટ મુકામે મુકામ કરેલ
તે વખતે ચારણ કન્યાએ લશ્કરી કાફલાને જમાડી રણનો સલામત રસ્તો બતાવી વિજયના આશીર્વાદ આપેલા. આ ચારણ કન્યા શ્રી નડેશ્વરી માતાજી તરીકે પુજાય છે. નડાબેટ એક ઐતિહાસિક પ્રાચીન બેટ છે. આઝાદી પહેલાં નડાબેટની ખુબજ જાહોજલાલી હતી. પુષ્કળ ખડીધાસ થતું. જાગીરદારો તથા માલધારીઓ અહીં રહેતા. કુદરતી ઝરણાં વહયા કરતા હતા. દુષ્કાળના વખતમાં લોકો સિંધ પ્રદેશ તરફ મજુરી માટે જતા ત્યારે નડેશ્વરી
માતાને વંદન કરીને પ્રસાદી ચડાવીને જતાં. નડેશ્વરી માતાજીના મંદિરની બાજુએ ગૌશાળા આવેલ છે.
ડાબી બાજુ જતાં બી.એસ.એફ.નો કેમ્પ આવેલો છે. મંદિરમાં ઉત્તર દિશામાં હનુમાનજીની મુર્તિનુ મંદિર
આવેલું છે. આ ભુમિ ઉપર ધણા સંતોએ તપ કરેલ છે. માટે પવિત્ર પયોભુમિ કહેવામાં આવે છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુરથી વાવ થઈ જઈ શકાય છે. ૫ાલનપુરથી સવારે ૭ વાગે સીધી એસ.ટી.બસ ની વ્યવસ્થા
છે.
અંતર ૧૦૮ કી.મી.

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 1046408