મુખપૃષ્ઠ જીલ્લા વિષે જોવાલાયક સ્‍થળોપાતાળેશ્વર મંદિર

પાતાળેશ્વર મંદિર

સ્થળનું નામ પાતાળેશ્વર મંદિર : પાલનપુર
સ્થળની વિસ્તૃત માહિતી પાતાળેશ્વર મંદિરપાલનપુર શહેરની કીર્તિમાં વધારો કરતા કીર્તિસ્તંભની બાજુમાં આવેલ પાતાળેશ્વર મહાદેવનું મંદિર ગુર્જરેશ્વર સિધ્ધરાજ જયસિંહના જન્મસ્થળ તરીકે પ્રખ્યાતિ પામ્યુ છે. પરંતુ તેની વિશેષ મહત્તા તો પાતાળમાંથી સ્વયંભુ પ્રગટ થયેલ ચમત્કારિક શિવલીંગને કારણે છે.
ઇ.સ.૧૧૫૦ માં પાલનપુરમાં વિશ્રામ દરમ્યાન ગર્ભવતિ મિનળદેવીની કુખે તેજસ્વી બાળકનો જન્મ થયો. જે મોટો થતાં સિધ્ધરાજ જયસિંહ તરીકે
પ્રસિધ્ધિ પામ્યો. પુત્ર સિધ્ધરાજના જન્મની ખુશાલીમાં માતા મિનળદેવીએ
આ સ્થળે એક વાવ ખોદાવવાની શરૂ કરી. ખોદકામ દરમ્યાન પાતાળમાંથી સ્વયંભુ શિવલીંગ પ્રગટ થયેલું જોઇ મીનળદેવીએ તે સ્થળે મંદિર બાંધવાનો નિર્ણય કર્યો. આ મંદિરની રચના પાતાળ આકારનું હોઇ તેનું નામ પાતાળેશ્વર મહાદેવ રાખવામાં આવેલ.
પાલનપુરના ઇતિહાસમાં અને કીર્તિસ્તંભ ઉપરના શિલાલેખમાં પણ
પાતાળેશ્વર મહાદેવની જગ્યા સિધ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ હોવાનો ઉલ્લેખ છે.
આજે અનેક ભાવિકો દુર-દુરથી મંદિરના દર્શનાર્થે આવે છે. મંદિરના સુંદર પ્રાંગણમાં શાંત અને ભવ્ય વાતાવરણ વચ્ચે સમય પસાર કરી શ્રધ્ધાથી ભાવવિભોર બની અનેરો આનંદ મેળવે છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુર માં આવેલ છે.
અંતર ૦ કી.મી.

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 1046392