મુખપૃષ્ઠ જીલ્લા વિષે જોવાલાયક સ્‍થળોશ્રી પલ્લવીયા પાર્શ્વનાથ જૈન મોટા દેરાસર

શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ જૈન મોટા દેરાસર

સ્થળનું નામ શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ જૈન મોટા દેરાસર : પાલનપુર
સ્થળની વિસ્તૃત માહિતી શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ જૈન મોટા દેરાસર અકબર બાદશાહ પ્રતિબોધક જગદગુરુ શ્રી હીરવિજય મહારાજની જન્મભુમિ પાલનપુર શહેરની મધ્યમાં તેમના જ જન્મ સ્થળની સામે આવેલું પાલનપુર
નુ પ્રસિધ્ધ જૈન દેરાસર શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ દેરાસર (મોટા દેરાસર)
એક સુંદર અને ભવ્ય જિનાલય છે. આ નગરની સ્થાપના પછી રાજા પ્રહલાદ
ને તે બંધાવેલ હોવાનું વર્ણન પ્રાપ્ત થાય છે.
રાજા પ્રહલાદને કષ્ઠરોગ થયો હતો. શીલધવલ નામના આચાર્યશ્રીની આજ્ઞા
થી પાલનપુરમાં પ્રહલાદન વિહાર નામનું જિનાલય બંધાવ્યુ હતુ. એમાં પ્રાર્શ્વનાથ પ્રભુની સ્થાપના કરી અને તેના સ્નાનજળથી સ્નાન કર્યુ પરિણામે તેઓનો રોગ દુર થયો હતો.
્‍શિલ્પ સ્થાપત્યથી ભરપુર આ મંદિર અસલમાં અતિભવ્ય હશે. પણ કાળક્રમે આક્રમણોમાં તે ખંડીત થયુ છે. સમયે સમયે તેનો જિર્ણોધ્ધાર થયો છે. મુળ ગર્ભગૃહની અંદર રહેલી પ્રતિમાઓની સ્થાપના બેસણી અને કેટલીક પ્રતિમાઓના ખંડીત પરિકરો અસલ મંદિર હોય તેવું માલુમ પડે છે.
આ જિનાલયની ભીંતમાં પ્રહલાદન દેવની પ્રતિમા જોવા મળે છે. આ જિનાલયની ભવ્યતાનું અલંકૃત કાવ્યમય વર્ણન "સોળ સૌભાગ્ય" અને
"હીર સૌભાગ્ય" માં આપેલ છે.
હાલમાં આ જૈન દેરાસરને ખંડીત કરી તેને નવેસરથી તેના જીર્ણોધ્ધારનું કામ હાલ ચાલુ છે.

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 1046385