મુખપૃષ્ઠજીલ્લા વિષે જોવાલાયક સ્‍થળોરામદેવપીરનું ભવ્ય મંદિર

રામદેવપીરનું ભવ્ય મંદિર

સ્થળનું નામ રામદેવપીરનું ભવ્ય મંદિરઃ મજાદર તા.વડગામ
સ્થળની વિસ્તૃત માહિતી રામદેવપીરનુંભવ્યમંદિર બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મજાદર ગામે બાબા રામદેવપીરનું ભવ્ય મંદિર આવેલ છે. પાલનપુરથી ૧૫ કી.મી. તથા વડગામથી ૧૦ કી.મી.દુર રામદેવપીરના મંદિરે ભાદરવા સુદ-૧૧ ના દિવસે હજારો લોકો દર્શનાર્થે આવે છે.
સંવંત ૧૮૩૯ ની સાલમાં મજાદરના પ્રજાપતિ ધનાકાકાને રામદેવપીરનો ચમત્કાર થતાં તેઓ રણુંજાની જાત્રા પુર્ણ કરી મજાદર આવી રામદેવ બાબાની સંવંત ૧૮૩૯ ના ભાદરવા સુદ-૧૧ દિવસે પધરામણી કરી મંદિરની સ્થાપના કરી હોવાનું લોકવાયકા છે. હાલમાં મજાદર ગામે રામદેવપીર તથા તેમની પરમ સેવિકા ડોલીબાઇની પણ સમાધિ આવેલી છે. આ
અઢીસો વર્ષ જુના મજાદરના રામદેવપીરના મંદિરે હરિજન ઉપરાંત પંચાલ,રબારી,ઠાકોર,પ્રજાપતિ તેમજ અન્ય જ્ઞાતિના ભાવિકો રામદેવપીરના દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટે છે. અહી પહેલા દર મહિને મેળો ભરાતો. હાલ દર
વર્ષે ભાદરવા સુદ ૯ થી ૧૨ સુધી ભવ્ય મેળો ભરાય છે. શ્રધ્ધાળુઓ બાધા-માનતા પુરી થતાં ઝુમ્મરો અને ધોડા
ચડાવે છે. મજાદર ગામે આવવા માટે બસની વ્યવસ્થા છે. અહી ટ્રસ્ટ સંચાલિત ધર્મશાળામાં રહેવાની સગવડ
ઉપલબ્ધ છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુર થી વડગામ થી મજાદર
અંતર ૧૫ કી.મી.

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 1046356