મુખપૃષ્ઠ જીલ્લા વિષે જોવાલાયક સ્‍થળો જૈન તીર્થ મંદિર

જૈન તીર્થ મંદિર

સ્થળનું નામ જૈન તીર્થ મંદિર : રામસણતા.ડીસા
સ્થળની વિસ્તૃત માહિતી જૈનતીર્થમંદિરડીસાથી ધાનેરા રોડ ઉપર રમુણ ગામથી પાંચ કિલોમીટરને અંતરે આવેલ રામસણનું પુરાતન તીર્થ દર્શનિય છે. અતિ પ્રાચીન જૈન પુરાવશેષો ધરાવતા આ નગરમાં આશરે ૨૨૦૦ વર્ષ પુર્વે સંપ્રતિ મહારાજાએ જિનબિંબ ભરાવી જિર્ણોધ્ધાર કરાવેલો. દસમી સદીમાં રામસેન્યના મહારાજા રધુસેને સંવંત ૧૦૮૪ માં જૈનાચાર્ય સંધદેવસુરી મહારાજના હસ્તે
આ દેરાસરનો જિર્ણોધ્ધાર અને પ્રતિષ્ઠા કરાવી. એ સમયે રામસણની જહોજલાલી સોળે કળાએ ખીલી હતી. મુસ્લિમ બાદશાહોના સમયે આ નગરને ભાંગવામાં આવ્યુ ત્યારે દેરાસરની
ભવ્ય મુર્તિઓને બચાવવા રાજપુત ક્ષેમસિંહે પોતાના પ્રાણની આહુતિ આપી. કાળક્રમે બચેલા એક
ભવ્ય દેરાસરનો જિર્ણોધ્ધાર અને પ્રતિષ્ઠા રામસણ જૈન સંધે કરાવી.
દશમી સદીમાં આ રામસણ નજીકના ડુવા અને ભીલડીયાજીએ ત્રણેય તીર્થને જોડતો ૫૦ કીલોમીટર
જેટલો લાંબો ભુમિમાર્ગ ભોયરૂ હતુ.
સ્થળ ૫ર કેવી રીતે
૫હોંચવું
પાલનપુરથી ડીસા જતાં રસ્તામાં આવે છે.
અંતર ૧૫ કી.મી.

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 1046391