મુખપૃષ્ઠ જીલ્લા વિષે જોવાલાયક સ્‍થળોભવ્ય જૈન તીર્થ મંદિર, ભોરોલ

ભવ્ય જૈન તીર્થ મંદિર, ભોરોલ

સ્થળનું નામ ભવ્ય જૈન તીર્થ મંદિર, ભોરોલ
સ્થળની વિસ્તૃત માહિતી ભવ્ય જૈન તીર્થ મંદિગુજરાતના અનેક જૈન તીર્થોમાં બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ ભગવાનનું એક તીર્થ ગિરનાર છે અને બીજું બનાસકાંઠા જીલ્લામાં થરાદ તાલુકામાં આવેલ તીર્થ ભોરોલ છે. ભગવાનની શ્યામવર્ણી પ્રતિમા દર્શનીય છે. થરાદ તાલુકા મથકથી ૧૭ કી.મી.દુર આવેલ આ ભોરોલ તીર્થ જૈનોના બાવીસમા તીર્થકર ભગવાન નેમીનાથનું તીર્થ છે. તીર્થકર ભગવાન નેમીનાથ ભગવાન શ્રી કૃષ્ણના પિતરાઇભાઇ હતા તેઓ ધ્વારકામાં રહેતા હતા અને પછી ગિરનાર ગયેલા એમ જૈન દંતકથા કહે છે. ગુજરાતના અનેક જૈન તીર્થોેમાં નેમીનાથ ભગવાનનું એક તીર્થ ગિરનાર અને બીજું આ ભોરોલ છે. અગીયાર થી સોળમા
સૈકા દરમ્યાન આ જગ્યા પર પાંચ માઇલના ધેરાવામાં પીપલપુર પટટણ નામે આબાદ નગરી હતી
જેમાં ૬૦ કરોડપતિઓ વસતા હોવાની દંતકથા છે. નેમીનાથ ભગવાનની શાસનાધિષ્ઠાત્રી શ્રી અંબિકા દેવીની મુર્તિ અહી સંવત ૧૩૫૫ માં પ્રતિષ્ઠિત થઇ હોય જણાય છે. આ તીર્થ પાવન ધરતી ઉપર ૫૦૦ મુનિઓને આચાર્યપદ અર્પણ કરવામાં આવ્યુ હતુ.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું થરાદથી ૧૭ કી.મી.ની અંતરે આવેલું છે.
અંતર ૭૭ કી.મી.

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 1046401