મુખપૃષ્ઠપંચાયત વિષે પ્રસ્તાવના

પ્રસ્તાવના

જીલ્લા પંચાયતનો ઉદેશ / હેતુ
  લોક ભાગીદારી ઘ્વારા ગામડાઓનો વિકાસ થાય, સામુહિક કામો જાતે ઉકેલે.
  લોકશાહી પઘ્ધતિની તાલીમ મળે
  લોક નેતાગીરીનું ઘડતર થાય.
  સત્તાનું ગ્રામ્ય કક્ષા સુધી વિકેન્દ્રીકરણ
  ગામડાના ગરીબ અને પછાતવર્ગનો ઉત્કર્ષ થાય.
  લોકશાહી લોકજાગૃતિ ઘ્વારા મજબૂત બને
  નાણાકીય સત્તાઓ આપી ગામડા સ્વનિર્ભર બને
  પંચાયતો પોતાના પ્રશ્નોનો જાતે નિકાલ કરે
જીલ્લા પંચાયતનું મિશન/ દુરંદેશીપણું વિઝન
દરેક ગામ પોતાની તાકાત ઉપર નભતું થાય પોતાનો સંપુર્ણ વ્યવહાર ચલાવવાને અને જરૂર પડે તો આખી દુનિયા સામે પોતાનું રક્ષણ કરી શકે તે માટેની જરૂરી સુખ સુવિધાઓ અને સગવડો પુરી જે તંત્ર દ્રારા પુરી પાડવામાં આવે છે તેવી સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓ તરીકે લોકોનો વિકાસ થાય તેવો દ્રષ્ટીકોણ છે.

પંચાયત તંત્ર ઘ્વારા લોકો સંગઠીત બને અને લોકો તેમના હક અને ફરજ વિશે સભાન થાય અને ન્યાયના બંધારણો તટસ્થતા અને કુશળ વહીવટ ઘ્વારા પંચાયતો લોકોનો સંપૂર્ણ વિશ્વાસ અને માન ધરાવતી થાય તેવી દ્રષ્ટિ રાખે છે.
આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 20/3/2019

વપરાશકર્તાઓ : 1027075