મુખપૃષ્ઠપંચાયત વિષે પ્રવ્રુત્તિઓ

પ્રવ્રુત્તિઓ

જીલ્લા પંચાયતની પ્રવૃત્તિઓ અને કાર્યો
  તાબાની તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતોના વહીવટ ઉપર દેખરેખ નિયંત્રણ અને મોનીટરીંગને લગતા કાર્યો.
  પંચાયતને સુપ્રત થયેલ ફરજોના બજેટ તૈયાર કરવા નાણાકીય જોગવાઈઓના આયોજન માટે સરકાર પાસેથી નાણા મેળવવા અને તાબાની પંચાયતોને નાણાંકીય ફાળવણી
  ગ્રામ્ય વિસ્તારોમાં બીન ખેતી પરવાનગી આપવી
  ગ્રામ્ય વિસ્તારમાં મહેસુલી આવકની વસુલાત પર દેખરેખ રાખવી
  ગરીબી રેખા નીચે જીવન જીવતા કુટુબોને રાહતના પ્લોટોની ફાળવણી તથા સરકારી યોજના હેઠળ આવાસના બાંધકામ કરાવવાની
  રાજય સરકારની પુર્વમંજુરીથી નાણાની સગવડ હોય તો પોતાની હકુમતની બહાર આરોગ્ય અને શિક્ષણને લગતી સુવિદ્યા અને સગવડો પુરી પાડવી.
  પોતાની હકુમતની અંદર જીલ્લા પંચાયત આરોગ્ય, સલામતી, સુવિદ્યા, સગવડતા અને સામાજીક , આર્થિક તથા સાંસ્કૃતિક કલ્યાણના લગતા કાર્યોની કામગીરી.
  વાર્ષિક મેળાવડા, જાહેર સત્કાર સંભારંભ અંગેની અને મનોરંજન માટેની કામગીરી.
  પોતાની તાબાની પંચાયતોને લોન આપવાની કામગીરી.
  અનુસુચિત જાતિઓ અને અનુસુચિત જન જાતિઓ અને બીજા પછાત વર્ગોના માટેની યોજનાઓ તથા અસ્પૃશ્યતા નિવારણ માટેની જોગવાઈઓનું અમલીકરણ.
  અનુસુચિ-૩ માં બતાવ્યા મુજબ કોઈપણ પ્રવૃત્તિ ચલાવવા માટે નાણાકીય તેમજ બીજી કોઈ મદદ આપી શકશે.
  જીલ્લા પંચાયતે અમલમાં હોય તેવા બીજા કોઈપણ કાયદાની રૂએ અથવા તે હેઠળ તેને સોંપવામાં આવે તેવા કાર્યો અને ફરજો બજાવવાની.
  પોતાની વિરૂઘ્ધમાં અને પોતે માંડેલા દાવાઓ તેમજ કરાર તેમજ વળતર બાબતે સમાધાન કરવાની અને કાર્યવાહી કરવાની.
  જીલ્લા પંચાયતના અધિકારીઓ અને નોકરોને પ્રાપ્ત થયેલી સત્તાઓ પૈકી કોઈપણ સત્તા વાપરવાનો અધિકાર.
 

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 1048331