મુખપૃષ્ઠશાખાઓપશુપાલનપ્રસ્તાવના

પ્રસ્તાવના

બનાસકાંઠા જીલ્લો ગુજરાતની ઉત્તરે પ્રશ્વિમે આંતર રાજય તથા આંતરરાષ્ટ્રીય સીમા સાથે સંકળાયેલો છે. જેમાં મોટા ભાગનો વિસ્તાર ડુંગરાળ, રણ તેમજ આદિવાસી વિસ્તારમાં વહેચાયેલો છે.આ જીલ્લાનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. જે જીલ્લાના ગરીબ લોકોને આજીવીકા રખી આપે છે. આ જીલ્લામાં જગવિખ્યાત કાંકરેજ જાતીનાગાય, બળદ તથા મહેસાણાની ભેંસ મુખ્ય પશુધન છે તેમજ ઘેટા-બકરાં ઉંટ તથા અશ્વ અને મરઘાંનો સમાવેશ થાય છે.

જીલ્લા માટે ગરીબી નિવારણ તથા સામાજિક આર્થિક ઉત્થાન માટે પશુધન વ્યવસાય અસર કારક સાધન બની રહેલ છે. આમ ગ્રામ્ય ગરીબોને ઉંચા લાવવા માટે અવાર-નવાર અછતના વર્ષોમાં ખેતી નિષ્ફળ નિવડેશે ત્યારે પશુપાલનએ આર્શિવાદરૂપ વ્યવસાય બની રહે છે.

વધુમાં અસ્વ વિકાસ માટે જીલ્લામાં એક વાલીકેન્દ્ર દિયોદર ખાતે કાર્યરત છે જે જીલ્લામાં અસ્વપાલન કરતા પશુપાલકો માટે આર્શિવાદ રૂપ સાબિત થયેલ છે. બનાસકાંઠમાં ખાનગી અસ્વઉછેર કેન્દ્રો પણ શરૂ થયેલ છે. જે દ્રારા અસ્વ પાલન વ્યવસાય પ્રગતિમાં છે એમ કહી શકાય

ભૌગોલિક વિસ્તાર

ભાગૌલિક વિસ્તાર ૧૦૪૦૦ ચો.કી.મી.
તાલુકાની સંખ્યા ૧૪
ગામોની સંખ્યા ૧રપ૬
સામાન્ય વરસાદ ૭પ૮ મી.મી.
જમીનનો પ્રકાર રેતાળ,ડુંગરાળ
મુખ્ય પશુધન કાંકરેજ, ગાય, મહેસાણી ભેસ, ઘેંટા,
બકરા, ઉંટ, ઘોડા, ગધેડા


આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 1048327