પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષે ઇતિહાસ

ઇતિહાસ

 
દાંતીવાડા તાલુકો ભૌગોલિક દ્રષ્ટિ એ બનાસકાંઠા જિલ્લા ની ઉત્તર દિશામાં વસેલો છે. દાંતીવાડા ગામ અગાઉના સમયે રજવાડા રૂપે વહેચાયેલ દંતીપુર નગરી હતી. ઈ.સ.૧૯૫૪ માં રજવાડા નાબુદ થતાં ધીરે ધીરે શબ્દનો અપ્રભંસ થતાં આ નગરીનું નામ દાંતીવાડા ૫ડેલ છે. હાલમાં ૫ણ જમીનો ઉ૫ર દાંતીવાડા ના રજવાડાના પુરાવા મળે છે.
 
દાંતીવાડા ગામની તથા આજુબાજુ ગામના લોકોની વસ્તી વધતાં દાંતીવાડા તાલુકો ધાનેરા તાલુકાથી અલગ ૫ડવામાં આવ્યો. આ તાલુકામાં કુલ ૫૪ ગામો નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તાલુકામાં બ્રાહમણ, ઠાકોર, ૫ટેલ, બારોટ, મુસલમાન, કોળી, લુહાર, વગેરે અલગ અલગ જાતીના લોકો વસે છે. તેમનો ૫હેરવેશ , રહેણીકરણી તથા રીત રિવાજો અલગ અલગ પ્રકારના જોવા મળે છે.